મોરબી : રાષ્ટ્રીય કક્ષાએ સ્વામી નારાયણ ગુરુકુલના છાત્રોનો દબદબો

- text


મોરબી : સ્કૂલ ગેમ ફેડરેશન આયોજિત રાષ્ટ્રીય શાળાકીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ધોલપુર – રાજસ્થાનમાં આયોજિત આ અંડર-17 અને અંડર-19 ટુર્નામેન્ટમાં સ્વામિ નારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ – મોરબીના પાંચ વિદ્યાર્થીઓ અનુક્રમે સોઢા વિક્રમ, ઘાડીયા સોહમ, કટારીયા દર્શિત, ગમીપ્રીન્ટ્સ તથા પાનસુરીયા મલય ગુજરાતની ટીમમાં પસંદગી પામી ગુજરાત કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. સમગ્ર મોરબી માટે ગૌરવરૂપ આ તમામ વદ્યાર્થીઓ સંતગણના આશીર્વાદ અને શાળા પરિવાર વતી ભરપૂર શુભકામના પામ્યા હતા.

- text