મોરબી : નટરાજ ફાટક પાસે ગેરકાયદે દબાણ હટાવવાની માંગ

- text


સ્થાનિક લોકોએ એસપી અને કલેક્ટરે રજુઆત કરી ગેરકાયદે દબાણ હટાવવાની માંગ કરી

મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે ગેરકાયદે થયેલા દબાણથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિક વેપારીઓએ કલેકટર અને એસપીને રજુઆત કરીને ગેરકાયદે દબાણ હટાવવાની માંગ કરી હતી.

- text

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે પીજીવીસીએલ કચેરીના સામેના ભાગે સરકારી લાલબાગના વરંડા પાછળના ભાગે ગેરકાયદે દબાણ થયું હોવાની ફરિયાદ સાથે સ્થાનિક વેપારીઓએ કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહિતના સંબધિત તંત્રને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યા મુજબ અમુક લોકોએ આ સ્થળે ભંગારનો ડેલી બનાવીને ગેરકાયદે દબાણ કર્યું છે. પીજીવીસીએલના વીજપોલ અને ટીસીમાં દબાણ કરી પાણીની લાઇનમાં નુકશાન કર્યું હોવાની પણ ફરિયાદ કરી હતી તેમજ અમુક લોકોએ અહીંયા ઠંડીથી બચવા તાપણાં કરતા હોય પીજીવીસીએલના વિજપોલને કારણે મોટી દુર્ઘટના બનવાની ભીતિ છે. દબાણવાળી જગ્યા અને તોલમાપ કચેરીની પાછળ દારૂની કોથળીઓ અને લઘુશંકા અને કુદરતી હાજતે જતા હોવાથી ભારે ગંદકી ફેલાય છે. તે ઉપરાંત, દબાણ કરનાર લોકો અંદરોઅંદર ગાળાગાળી અને ઝઘડાઓ કરતા હોવાથી તેમનો માનસિક ત્રાસ સ્થાનિક લોકોને વેઠવો પડે છે. દબાણ કર્તાઓની આવી હરકતોથી ત્યાં વેપાર ધંધા કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.આથી અહીંના જાહેર હિતને ધ્યાને લઈને આ ગેરકાયદે દબાણ દૂર કરવાની માંગ ઉઠાવી છે.

- text