મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિસ્તારમાંથી યુવતી ગુમ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ નજર બાગ પાસે જીવરાજ પાર્કમાં રહેતી આશબેન દેવજી ભાઇ ઠોરીયા ઉ.વ ૨૦ નામની યુવતી ગત તા. ૧ના રોજ બપોરના ત્રણેક વાગ્યે કોઇને કીધા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણીનો આજદિન સુધી પત્તો ન લાગતા અંતે યુવતીની માતા હંસાબેન ઠોરિયાએ પોતાની પુત્રી ગુમ થયાની બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરાવી હતી. આથી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ લઈને લાપતા યુવતીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text