મોરબીનાં પેન્શનરોની આવકવેરા કપાતની અંગે જાહેરાત

- text


મોરબી : જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પેન્શનની આવક (૧) સામાન્ય પેન્શનરનાં કિસ્સામાં રૂ.૨,૫૦,૦૦૦/- થી વધુ (૨) ૬૦ થી ૮૦ વર્ષના પેન્શનરોનાં કિસ્સામાં રૂ. ૩,૦૦,૦૦૦/- થી વધુ અને (૩) ૮૦ વર્ષ કરતા વધુ ઉમર હોઇ તેવા પેન્શનરોના કિસ્સામાં ૫,૦૦,૦૦૦/- થી (રૂ. ૫ લાખ થી) ઓછી આવક માટે રૂ.૧૨,૫૦૦/- રીબેટ મળવાપાત્ર રહેશે. વધુ પેન્શનની આવક થતી હોય તેવા તમામ પેન્શનરોએ વર્ષ ૨૦૧૯- ૨૦નું આવકવેરા ગણતરીપત્રક તેમજ આવકવેરા કલમ ૮૦ સી હેઠળ રોકાણ કરેલ હોય તેની ઝેરોક્ષ નકલ તા. ૩૧-૧૨- ૨૦૧૯ સુધીમાં રજુ કરવા જણાવવામાં આવે છે. અન્યથા ફેબ્રુઆરી ૨૦૨૦ ના પેન્શનમાંથી નિયમ મુજબ આવક્વેરાની કપાત કરવામા આવશે. જે પેન્શનરો પોતાની રીતે આવકવેરાના કાયદા (INCOMETAX ACT ) મુજબ આવકવેરો ભરતા હોય તેઓએ અત્રેની કચેરીને તા. ૩૧-૧૨-૨૦૧૯ સુધીમા લેખિતમા બાહેંધરી રજૂ કરવા તેમજ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના ભરેલ આવકવેરાની નકલ રજૂ કરવા તમામ પેન્શનરોને જણાવવામાં આવે છે તેમ જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text