ટંકારા : રણછોડદાસ બાપુ આશ્રમ દ્વારા કાલે શુક્રવારે આંખનો નિ:શુલ્ક નિદાન કેમ્પ

- text


ટંકારા : રણછોડદાસ બાપુ આશ્રમ દ્વારા આવતીકાલે તા. 6 ડિસેમ્બરના રોજ સવારે નવથી બાર વાઞ્યા દરમિયાન ફુલિયા હનુમાન મંદિર ખાતે આંખના દર્દીઓ માટે વિના મુલ્યે સારવાર અને નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારાના ફુલિયા હનુમાન મંદિરે દર મહિને તા. 6ના રોજ સવારે 9થી બપોરના 12 વાઞ્યા સુધી રાજકોટની રણછોડ દાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના દર્દીઓ માટે નેત્ર નિદાન અને નેત્રમણિ બેસાડવાના નેત્રયજ્ઞ કેમ્પનુ વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે . આ માટે દરેક આંખ પિડીતો ને લાભ લેવા આયોજકો એ અનુરોધ કયોઁ છે.

- text

કેમ્પમા નિદાન કરી મોતીયાના દર્દીઓને જરૂર જણાયે રાજકોટ ખાતે રણછોડદાસ આશ્રમે આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે અને ત્યા તેનુ ઓપરેશન મફત કરી દેખતા કરાઈ છે. તમામ દર્દીને ટંકારાથી વાહનની સુવિધા સાથે લઇ જવામાં અને પરત મુકવાની વ્યવસ્થા પણ ટૢસ્ટ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. નિદાન માટે નિષ્ણાંત ડોકટરો સેવા આપશે તેમજ ફેકોમશીનથી ટાંકા વઞરનુ ઓપરેશન કરી આપવામાં આવશે તેમ આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. દર માસની છઠ્ઠી તારીખે આ પ્રકારના કેમ્પ યોજીને સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે.આ માટે ટંકારાના ચંદ્રકાંત કટારીયા, સુકેતુ રાવલ ભોપલી ભાઈ, જૈયંતિલાલ દુબરીયા માસ્તર કે પ્રતિક આચાર્ય, ભાવિન સેજપાલનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે.

- text