મોરબી : રોટરી રીડર્સ કલબ દ્વારા રવિવારે પુસ્તક પરબ

- text


મોરબી : મોરબીના વાંચનપ્રેમી અને સાહિત્યપ્રેમી લોકોને નિ:શૂલ્ક પુસ્તકો વાંચવા મળે એ હેતુથી ડિપોઝીટ વગર ઉપલબ્ધ પુસ્તકોમાંથી મનગમતા પુસ્તકો વાંચવા ઘેર લઈ જઈ શકાય, તે માટે રોટરી રીડર્સ કલબ – મોરબી દ્વારા આયોજીત દર મહિનાના બીજા રવિવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે. જેના અંતર્ગત આગામી તા. 8/12/2019ના રોજ સવારે ૯:૦૦થી ૧૧:૦૦ વાગ્યા સુધી અગ્નેશ્વર મહાદેવ, એલ. ઈ. કોલેજ રોડ, સામા કાંઠે, મોરબી ખાતે પુસ્તક પરબ યોજવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે રોટરી રીડર્સ કલબ દ્વારા વાંચકો પાસેથી વંચાઈ ગયેલ કોઇપણ પ્રકારના પુસ્તકો સ્વકરીને એ પુસ્તકોને બીજા લોકો એ પુસ્તકોનો લાભ લઇ શકે તે માટે વાંચનાલયમાં રાખવામાં આવે છે.

- text