મચ્છુ નદીમાંથી ફરી એકવાર રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું

- text


માળીયા (મી.) રુલીયા વિસ્તારમાંથી ગેરકાયદે રેતી ખનન કરાતી હતી

માળીયા (મી.) : મોરબી જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. અલગ-અલગ તાલુકાઓમાંથી છાસવારે રેતી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે માળીયા (મી.)તાલુકોના રૂલીયા વિસ્તારમાંથી રેતી ચોરી કરવામાં આવતી હોવાનું કારસ્તાન ઝડપાયું છે.

- text

માળીયા મી.ના રૂલીયા વિસ્તારમાં મચ્છુ નદીમાંથી ગેરકાયદે રેતી ઉસેડી લેવા માટે ખનન માફિયાઓ સક્રિય થયાની વારંવાર મળતી ફરિયાદોને અનુસંધાને મામલતદાર સી.બી.નિનામાની દોરવણી હેઠળ ઉક્ત સ્થળે રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી અંદાજે 100 ટન જેટલી રેતીના ઢગલાઓ, એક હોડકું, આશરે 300 ફૂટ લાંબી પાઇપ પ્લાસ્ટિકના 26 નંગ મોટા બેરલ અને એક હિટાચી મશીન મળી આવ્યા હતા. જે કબ્જે લેવાયા છે. સ્થળ પરથી કોઈ શખ્સ મળી આવ્યો ન હતો. આથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુજરાત ગૌણ ખનીજ નિયમ-1956 તથા મિનરલ્સ કંસેશન રુલ્સ-1960ના ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હિટાચી મશીનના નંબરને આધારે નાસી છૂટેલા શખ્સોને શોધવાની કવાયત હાથ ધરાઈ છે.

- text