મોરબી : મંગલમુર્તિ સ્કૂલમાં દિવ્યાંગો સાથે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઈ.ડી.સી પાસે માં મંગલમુર્તિ સ્કૂલમાં ગઈકાલે તા. 03 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઊજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદશન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ શાળાના પટાંગણમાં ફૂલોની પાંદડીઓ થકી વિશ્વ દિવ્યાંગ દિવસ લખીને દિવ્યાંગ દિનની ઉજવણી કરી હતી.

- text