ટંકારાના અમરાપર ગામે રોડ બનાવવા બાબતે સરપંચ સાથે મારામારી, સામસામી ફરીયાદ

- text


ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામે સ્મશાન પાસે રોડ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે ગામમાં રહેતા અન્ય ચાર શખ્સોએ સરપંચની સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરી હતી અને સરપંચને માર મારવામાં આવ્યો હતો. જેથી, સરપંચે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે તો સામા પક્ષેથી પણ સરપંચ સહિત ચાર સામે ફરિયાદ કરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામે સ્મશાનની બાજુમાં રોડ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે યુનુસભાઇ સેરસીયા દ્વારા તેની જમીનમાં રોડ બનાવવામાં આવે છે તેવુ કહ્યુ હતુ. ત્યારે ગામના સરપંચ રસુલભાઇ બાદી દ્વારા તેની પાસે જમીનના કાગળો માંગવામાં આવ્યા હતા. જેથી, યુનુસભાઇ સેરસીયા ઉશકેરાઇ ગયા હતા અને યુનુસભાઇ ઉપરાંત તેના ભાઇ નજરૂદિનભાઇ સેરસીયા, રસુલભાઇ સેરસીયા તેમજ રસુલભાઇ ખોરજીયા દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ફરીયાદી સરપંચને યુનુસભાઇએ હાથની આંગળીમાં બચકુ ભરી લીધુ હતુ. જેથી, સરપંચે ચારેય શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.

- text

જ્યારે સામાપક્ષે યુનુસભાઇ સેરસીયા દ્વારા ગામના સરપંચ રસુલભાઇ બાદી, ઇસ્માઇલભાઇ બાદી, રોશનબેન બાદી તેમજ ઇસ્માઇલ મામાદભાઇ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. તે મુજબ યુનુસભાઇ સેરસીયાએ સરપંચને આ અમારી જગ્યા છે, તેવું કહેતા સરપંચે ઉશ્કેરાયને તેના હાથમાં રહેલ લાકડીનો એક ઘા ફરીયાદીના જમણા ખંભા પર તથા જમણા પગના ઢીચણના ભાગે મારી મુઢ ઇજા પહોચાડેલ હતી. તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવમાં પોલીસે સામસામી ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text