મોરબીના સરસ્વતી શિશુમંદિર દ્વારા જ્ઞાનપંચમી નિમિત્તે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની શ્રી સરસ્વતી શિશુમંદિર શિશુવાટિકા દ્વારા ગઈકાલે દિનાંક ૦૧/૦૨/૨૦૧૯ને રવિવારે માગસર સુદ પાંચમ જે જ્ઞાન પંચમી દ્વારા ઓખાળવામાં આવે છે, તે નિમિત્તે માનવ જીવનના સોળ સંસ્કારોમાનો એક ખૂબ જ અગત્યનો સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિશુકક્ષા-૨માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓ, શાળાના આચાર્યો, પ્રધાનાચાર્યો તથા વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા.

વાલીઓ વેદ, રામાયણ, મહાભારત અને ગીતા જેવા હિન્દુ ધર્મના શાસ્ત્રો સાથે લાવ્યા હતા. જેમાં સૌ પ્રથમ શિશુમંદિર શનાળાથી શક્તિ માતાના મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભજન-કીર્તન તથા શ્લોકનું ગાન કરવાની સાથે ઘોષનું વાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરે બાળકોના માતાઓએ તે શાસ્ત્રોનું પૂજન કર્યું. પછી માતાઓ તે શાસ્ત્રો પોતાના માથા પર લઈને શિશુમંદિરે પરત આવ્યા હતા. ત્યારબાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો અને “ૐ શ્રી સરસ્વત્યે નમ:”નું ૧૦૮ વખત ગાન કરી માળા કરવામાં આવી હતી. તમામ વદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા તથા ગુરૂજનોના આશીર્વાદ લીધા હતા અને સાત વખત “ૐ” બોલીને બાળકોને માતાઓએ ૐને પાટીમાં ઘૂટાવ્યો ત્યારબાદ તેવી જ રીતે સાત વખત “શ્રી” બોલીને પાટીમાં ઘૂટાવ્યો હતો.

- text

આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે વાલીઓને માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ શિશુવાટિકાના પ્રધાનાચાર્ય એ વિદ્યારંભ સંસ્કારનું મહત્વ સમજાવ્યું અને વાલીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં તેઓએ દ્વારા કહેવામા આવ્યું કે આ પ્રકારના સંસ્કાર હજી સુધી અમે બીજે ક્યાંય જોયા નથી, જે માત્ર શિશુમંદિર દ્વારા જ આપવામાં આવે છે. કાર્યક્રમના અંતમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text