રોહીશાળા ગામમાં બંધારણ દિન નિમિત્તે ગ્રામ સભા યોજાઈ

- text


ટંકારા : ટંકારાના રોહીશાળા ગામે બંધારણ દિન અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી. જેમા જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણાએ હાજરી આપી હતી. તેઓએ ગ્રામજનોને વિકાસ કામો વિષે તથા સરકારી યોજનાઓની વિગતે વાત કરી હતી. તેમજ ગામલોકોના પશ્ર્નો સાંભળી સ્થળ પર જ નિકાલ માટે પ્રયાસ કર્યો હતો.

- text

તદ ઉપરાંત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોજના અંતર્ગત લીધેલા ખૂટતી કડીના કામોની મિતાણા ગામે ચકાસણી કરાઈ હતી. તેમજ તેઓએ નેકનામ ગામે એસ.બી.એમ. અંતર્ગત બનેલ સામુહિક સ્વચ્છતા સંકુલની મુલાકાત લીધી હતી. આ તકે રોહીશાળા નેકનામ મીતાણાના સરપંચ ટંકારાના ટી.ડી.ઓ., તલાટી કમ મંત્રી, સામાજિક અગ્રણી સહીતના લોકો હાજર રહ્યા હતા.

- text