ટંકારાની આર્ય વિદ્યાલયમમાં શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ

- text


ટંકારા : રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ રપ નવેમ્બરથી શરૂ થયો છે. જેનુ તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ ટંકારાની આર્ય વિદ્યાલયમ્ ખાતે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ મધુબેન અશોકભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આસિફ સાવડીયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેશ કે RBSK ડૉ. વિશાલ તૈરયા ડો. મિત્તલ હાલપરા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અભ્યાસ કરતા હોય કે ન કરતા હોય એવા તમામ 1થી 15 વર્ષ સુધીના બાળકોની તપાસ કરી તેની સારવાર માટે કાર્યરત રહેશે.

- text

આ આયોજનને સફળ બનાવવા શાળાના સંચાલક મેહુલભાઈ કોરીંગા તથા આચાર્ય અમિતભાઈ કોરીંગા એ જહેમત ઉઠાવી હતી. તદઉપરાંત, ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામના છતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના તથા નેસડા ખાનપર તથા લજાઇ ખાતેથી શુભારંભ કરવામાં આવેલ હતો. જેમાં તાલુકા પંચાયતના સભ્યો તથા સરપંચ હાજર રહેલ જેમાં RBSK ડો. અમિત સોનારીયા, ડો. સુરજ અઘારા, મેડિકલ ઓફિસર ડો. ભાસ્કર વીર સોડીયા, ડો. રાધિકા વડાવીયા, સુપર વાઇઝર સુરેશ જાવીયા, મોસત મનસુખભાઈ, રેનીસ કડીવાર હાજર રહેલ હતા. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત શાળામાં જતા ૨૫,૪૪૩ અને શાળા એ ન જતાં ૩૪૫ મળીને કુલ ૨૫,૭૭૮ બાળકોની આ કાર્યક્રમ હેઠળ તપાસ કરવામાં આવશે.અને જરૂરી જણાતાં તેની સારવાર પણ વિનામૂલ્યે થશે.

- text