જમીન વેચાણના રૂ.55 લાખ આંગડિયા દ્વારા મંગાવીને છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો

- text


મોરબી એલસીબીએ હળવદના આ છેતરપીંડીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

હળવદ : હળવદમાં છેતરપીંડી કરીને ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લીધો હતો.આ આરોપીએ હળવદમાં અગાઉ જમીન વેચાણના રૂ.55 લાખ આંગડિયા પેઢી દ્વારા મંગાવીને છેતરપીંડી કરી હતી.આ આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લઈને હળવદ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ સ્ટેશને ચાર વર્ષ પહેલાં નોંધાયેલી આ રૂ.55 લાખની છેતરપીંડીની ફરિયાદ મુજબ હળવદમાં રહેતા જનકભાઈ કરશનભાઇ રબારીએ જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી કે,થાનગઢ ગામની જમીન વેચાણ કરવા માટે આરોપીઓ તેમની સાથે ફોનમાં વાતચીત કરી વિશ્વાસ કેળવીને જમીન વેચાણ અંગેના રૂ.55 લાખ આંગડિયા પેઢી દ્વારા ખોટા નામ ધારણ કરીને મંગાવી છેતરપીંડી કરી હતી.અગાઉ આ ગુનાના ત્રણ આરોપીઓ ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે આરોપીઓ નાસતા ફરતા હતા તે પૈકીનો છેતરપીંડીના ગુનામાં ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી અલ્પેશ દિનેશભાઇ રામાનુજ મૂળ રહે થાનગઢ વાળો હાલ અમદાવાદ બોપલ વિસ્તારમાં હોવાની બાતમી મળતા મોરબી એલસીબી સ્યાફે ત્યાં જઈને આ આરોપીને ઝડપી.લીધો હતો.

- text