માળીયા તાલુકામા ટીબીના લક્ષણ ધરાવતા 173 શંકાસ્પદ દર્દીના એક્સ રે કરાયા

- text


આરોગ્યકર્મીઓએ એક્સરે વાન લઈને ગામડે ગામડે જઈને તાલુકાને ટીબી મુક્ત બનાવવાના પ્રયાસ હાથ ધર્યા

મોરબી : મોરબી જિલ્લામા ટીબી મુક્ત તાલુકામાં માળીયા તાલુકાની પસંદગી થઈ છે. તે અંતર્ગત માળીયા તાલુકામા હાઈરીસ્ક 11 ગામોમાં આરોગ્ય કર્મચારી દ્વારા ઘરે ઘરે ફરીને શંકાસ્પદ ટીબી દર્દી શોધીને લાઈનલીસ્ટ તૈયાર કરેલ. અને ગામડે ગામડે એક્સ રે વાન દ્વારા ત્યાં જ બધા શંકાસ્પદ દર્દીના એક્સરે કરવામાં આવ્યા હતા . માળીયા તાલુકાના ગામો માળીયા, નાનીબરાર દેવગઢ, ખાખરેચી, કાજરડા, જુના હંજિયાસર, નવા હંજિયાસર, મોટા દહીંસરા, વવાણીયા, બગસરા મોટાભેલા કુલ 11 ગામોમાં 173 એક્સ રે કરવામા આવ્યા. માળીયા તાલુકામા એક્સરે વાન ટીમમા રેડિયોલોજીસ્ટ રજનીભાઈ સુરાણી રાજેશભાઈ કાસુંન્દ્રા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર, ભરતસિંહ ઝાલા ટી.બી સુપરવાઇઝર અને મેઈલ ફીમેલહેલ્થ વકૅર અને આશા બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

- text