કળિયુગ : પૈસા આપવાની ના પાડતા પુત્રએ માતાને માર માર્યો

- text


માળીયા : માળીયા મિયાણામાં કામધંધો કરવાને બદલે બેકાર રખડતો પુત્ર ઉલ્ટાના માતા પાસે પૈસા માંગતો હોય અને પૈસા આપવાની ના પાડતા પુત્રએ માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. માળીયા પોલિસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હસીનાબેન સાઉદીનભાઇ ઇસ્માઇભાઇ જેડા ઉવ ૫૫ રહે. માળીયા મીયાણાએ તેના પુત્ર ઇસ્માઇલ ઉર્ફે વલુ સાઉદીનભાઇ જેડા સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૨ ના રોજ ફરીયાદીનો દીકરો ઇસ્માઇ ઉર્ફે વલુ સાઉદીનભાઇ જેડા કાઇ કામ ધધો કરતો ન હોય અને ફરીયાદી પાસે પૈસા માગતા પૈસા નહીં આપતા ફરીયાદીને ગાળો આપતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ઢીકા પાટુનો મુઢમાર માર્યો હતો અને હુ જયારે પૈસા માગુ ત્યારે મને પૈસા આપી દેવાના નહીતર આજ તો ઓછો માર માર્યો છે હવે પછી પૈસા માગુ ત્યારે મને પૈસા આપી દેવાના નહીતર જાનથી મારી નાખીશ એવી આરોપીએ ધમકી આપી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text