વાંકાનેરના ચંદ્રપુર ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો

- text


- text

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે પ્રાથમિક શાળા ખાતે આજે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર મામલતદાર, તાલુકા પંચાયત કચેરી નો સ્ટાફ, સરપંચ, સભ્યો, સહિતના અધિકારીઓએ હાજરી આપી લોકોના વિવિધ પ્રશ્નોના નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સેવા સેતુના કાર્યક્રમમાં હેલ્થ વેલનેશ સેન્ટર, આવકનો દાખલો, મોબાઇલ નંબર અને અંધારકાર્ડ સાથે બેંક એકાઉન્ટનું લિકઅપ, નવું બેંક એકાઉન્ટ ખોલવું, આધારકાર્ડ, માં અમૃતમકાર્ડ, જન્મ મરણના દાખલા, રેશનકાર્ડના નામ કમી કરવા અને સુધારો કરવા, વ્યવસાય વેરો, વરિષ્ઠ અને દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, કુંવરબાઈનું મામેરું સહાય યોજના સહિતની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.


- text