માળીયા પાસે ટ્રક પલટી મારી જતા એમ.પી.ના ટ્રક ડ્રાયવરનું મોત

- text


માળીયા (મી.) : માળીયા તાલુકાના માણાબા પાસેથી પસાર થઈ રહેલી ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી જતા ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ તેનું મોત નીપજયું હતું. માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના જાંબવા જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મીતાણા ખાતે રહેતા દીતાભાઇ હિંમતાભાઇ ડામોર નામનો આદિવાસી યુવાન ગઇકાલે માળીયા તાલુકાના માણાબાથી અણીયારી વચ્ચે ટ્રક નંબર GJ 3V 7952 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા તેનો ટ્રક રસ્તા વચ્ચેના ડીવાઈડર ઉપર ચડી ગયો હતો અને રોડની સામેના ભાગમાં જઈને પલટી મારી ગયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિતાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જુવાનસિંહ હિમતાભાઈ ડામોરની આ બાબતે ફરિયાદ લઈને માળીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text