ઇન્ડિયન લાઇન્સ કલબ મોરબીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

મોરબી : સેવાકીય ક્ષેત્રે મોરબી પંથકમાં અપાર લોકચાહના મેળવી ચુકેલી ઇન્ડિયન લાયન્સ કલબ મોરબીના સભ્યોનો નવા વર્ષનો સ્નેહમિલન સમારંભ ગત રવિવારે યોજાઈ ગયો.

તારીખ 17 નવેમ્બરને રવિવારે લક્ષમણ ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નવા સભ્યોનું સ્વાગત કરી આવકાર અપાયો હતો. પરિવાર સાથે ઉપસ્થિત સભ્યો વચ્ચે તોલમોલ કે બોલ ગેમ શૉનું આયોજન થયું હતું.

ગુજરાત સ્ટેટ સેક્રેટરી શ્રીમતી વિજયાબેન કટારીયા, રમણભાઈ મહેતા, નેશનલ બોર્ડના સભ્ય હસુભાઈ સોરીયા, ધીરુભાઈ સુરેલીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમને અંતે સ્નેહ ભોજન યોજાયું હતું.