માળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

- text


માળીયા : માળીયા પોલીસે જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પોલીસે બાતમીના આધારે આરોપીઓ દિપકભાઈ છગનભાઈ વિડજા, કાંતીલાલ તળશીભાઈ ગઢીયા,અશોકભાઈ અરજણભાઈ વિડજા, મનિષભાઈ પરષોત્તમભાઈ,ચંદુલાલ ગાડુભાઈ વિડજાને તા.૧૯ ના રોજ જુના ઘાટીલા ગામે આથમણા જાપે લાઈટના અજવાળે જાહેરમા ગંજી પાના પતાથી પૈસા વતી હાર જીતનો તીનપતિનો જુગાર રમતા રોકડા રૂ. ૨૦૦૧૦/ તથા મોબાઈલ ફોન નંગ ૬ કિ રૂ ૫૫૦૦ મળી કુલ રૂ ૨૫૫૧૦/ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text