હળવદના દિઘડિયા ગામે અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ

- text


બન્ને જૂથે સામસામી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામે અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને બન્ને જૂથો હથિયારો લઈને સામસામે આવીને મારામારી કરી હતી.આ બનાવ બાદ બને જૂથે એકબીજા હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી હતી.આથી હળવદ પોલીસે બને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરીયાદી ચમનભાઇ કાનાભાઇ નંદેસરિયા ઉ.વ.૨૨ રહે.બાવળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ આરોપીઓ હમીરભાઇ અવચરભાઇ કોળી, દસરથભાઇ અવચરભાઇ કોળી રહે બન્ને દિઘડીયા તા.હળવદ, દસરથભાઇ અવચરભાઇ કોળી રહે દિઘડીયા વાળા સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૭ના રોજ રાતના આઠ સવા આઠેક વાગ્યાના સમયે દિઘડીયા ગામે આરોપી પક્ષની દિકરી તથા સાહેદ મેહુલને અગાઉ પકડેલ હોય જે બાબતે મનદુખ રાખી ધારીયા તેમજ લાકડી જેવા જીવલેણ હથીયાર ધારણ કરી આરોપીઓએ ગાળો આપી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ધારીયા વતી માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા લાકડી વતી સાહેદોને માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે દશરથભાઇ અવચરભાઇ હિરાભાઇ ઉ.વ.૪૧ રહે,ગામ-દિઘડીયા તા હળવદ વાળાએ મેહુલભાઇ લાભુભાઇ કોળી,જગાભાઇ પ્રેમાભાઇ કોળી,ગણપતભાઇ લાભુભાઇ કોળી રહે ત્રણેય દીઘડીયા તા.હળવદ અને ચમનભાઇ કાનાભાઇ નંદેસરીયા રહે.બાવળી તા.ધ્રગધ્રા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આ કામના સાહેદ હમીરભાઇની દિકરીને આરોપી મેહુલ સાથે પકડેલ હોય જે બાબતનુ મનદુઃખ રાખી લાકડાના ધોકાઓ તથા સોરીયુ તથા છરી જેવા હથીયારો ધારણ કરી ગાળો આપી ફરીયાદી તથા સાહેદોને માર મારી ફરીયાદી તથા સાહેદને નાની મોટી ઇજાઓ કરી તથા સાહેદ હમીરભાઇ અવચરભાઇને પાંસળીના ભાગે ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે બને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text