બાળ સંરક્ષણ ગૃહમાં આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિનની ઉજવણી કરાઈ

- text


નારી સંરક્ષણ ગૃહ વિકાસ વિદ્યાલયની બળાઓએ રજૂ કર્યા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો :

મોરબી : ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ દ્વારા તારીખ 21 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાળદિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય મોરબીમાં ઈ.સ. 1979ના મચ્છુ હોનારતથી શરૂ થયેલ નારી સંરક્ષણ ગૃહ વિકાસ વિદ્યાલયની બાળાઓ દ્વારા વિવિધ કલાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઘણા બધા સલ્મ વિસ્તારના ગરીબ બાળકોને ભણવું છે પણ ઘરની પરિસ્થિતિ ના કારણે ભણી નથી શકતા એવા બાળકો માટે “મારે પણ ભણવું છે” નાટક રજૂ કર્યું હતું, તેમજ દીકરીનું મહત્વ, દીકરીનો સંઘર્ષ, દીકરીને જીવનમાં વેઠવી પડતી મુશ્કેલીઓને ઉજાગર કરતી નૃત્ય નાટીકા “લાડલી”એવી સરસ રીતે રજૂ કર્યું કે ઉપસ્થિત સહુ કોઈની આંખના ખૂણા ભીનાં થઈ ગયા હતા. ત્યાર બાદ આપણાં બંધારણમાં બાળકો માટે આપવામાં આવેલા બાળ અધિકારો જેવા કે સન્માનપૂર્વક જીવનનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, વિકાસનો અધિકાર, સંરક્ષણ, સુરક્ષા તેમજ દેખભાળનો અધિકાર, સહભાગિતા તથા સમાનતાનો અધિકાર, નૈતિક શિક્ષા તથા સારા સંસ્કારનો અધિકાર,સારું વાતાવરણ તથા સારી રહેણીકરણીનો અધિકાર, નાટય સ્વરૂપે સુંદર રીતે રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સંરક્ષણ તેમજ વિકાસ વિદ્યાલયના સયુંકત પ્રયાસોથી વિકાસમાં રહી અભ્યાસ કરતી 23 બાળાઓને “માં અમૃતમ”કાર્ડ ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન રમત-ગમત હરીફાઈ તેમજ ગરીબ બાળકોની સઘર્ષગાથા રજૂ કરતી સત્ય ઘટના પર આધારીત ફિલ્મ પ્રોફેસર આનંદકુમારનું “સુપર 30” ફિલ્મ બતાવવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે એસ.જે.ખાચર પ્રાંત અધિકારી મોરબી, અનિલાબેન પીપળીયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશિયા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ચેરમેન ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રીકિયા, સભ્ય રાજેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઈ ભગિયા, ઇલાબેન કાવર તેમજ શિક્ષણ વિભાગમાંથી ઉષાબેન જાદવ, દિનેશભાઈ વડસોલા વગેરેએ ઉપસ્થિત રહી બાળાઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના મેનેજર ભરતભાઈ નિમાવત, નિરાલીબેન જાવીયા, જયભાઈ મૈજેઠીયા, દમયંતીબેન નિમાવત વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ફરઝાનાબેન ખુરેશીએ કર્યું હતું.

- text