વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે

- text


ઉમેદવારોને આગામી તા.૨૨ નવેમ્બર સુધીમાં અરજી મોકલી આપવા સુચના

મોરબી : મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવાની થાય છે. જેમાં સંચાલક તરીકે ૧૬, રસોઇયા તરીકે ૨૧ અને મદદનીશ તરીકે ૨૯ જગ્યાનો સમાવેશ થાય છે. ઉમેદવારની ઉંમર ૨૦થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. પ્રથમ પ્રયત્ન કરવા છતા એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ -૭ પાસની છુટછાટ આપવામાં આવશે. ભરેલ અરજીફોર્મ તા.૨૨/૧૧/૨૦૧૯ સુધીમાં વાંકાનેર મામલતદાર કચેરીને મોકલી આપવાનું રહેશે.

સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચૂંટાયેલા, હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ. કેન્દ્ર રાજય સરકારના જાહેર સાહસ હેઠળ ફરજ બજાવતી વ્યકિત અરજી કરી શકશે નહિ. અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત અરજી કરી શકશે નહિ. હોમગાર્ડ ગૃહ રક્ષકદળના સભ્ય હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ. અગાઉ સરકારી સેવામાંથી નિવૃત થયેલ હોય કે બરતરફ થયેલ હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ. રાજય સરકાર કે કેન્દ્ર સરકાર તથા રાજય કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી, કર્મચારીઓના પતિ, પત્ની, પુત્ર, પુત્રી કે જે તેઓના આશ્રિત હોય તે અરજી કરી શકશે નહિ. શાકભાજી, મરીમસાલા,કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યકિત અથવા કોઇપણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યકિત અરજી કરી શકશે નહિ. અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતીઓ સબબ છુટા કરેલ હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે નહી. એક અરજદાર એક જ કેન્દ્ર માટે અરજી કરી શકશે. અન્યથા અરજી અમાન્ય કરવામાં આવશે.

- text

ઉમેદવારે અરજી ફોર્મ સાથે આધારકાર્ડ, એસ.બી.આઇ. બેંક પાસ બુકની નકલ, સ્કુલ લીવીંગ સર્ટિ., માર્કશીટ, રહેણાંકનો પુરાવો, જાતિ અંગેનું પ્રમાણપત્ર, ચુંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે તથા અરજી ફોર્મમાં ફોટો ચોટાડવાનો રહેશે. તથા ઉમેદવારે પોતાનો ફોન નંબર અરજીમાં અવશ્ય દર્શાવાનો રહેશે. ઉમેદવારને લેખિત ઇન્ટરવ્યું કોલ મળ્યે તેમાં જણાવેલ તારીખે અને સમયે ઇન્ટરવ્યુંમાં ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. અરજી કરનાર ઉમેદવાર વકીલાત વ્યવસાય સાથે પણ સંકળાયેલ ન હોવો જોઇએ. વધુ જાણકારી માટે મામલતદાર કચેરી વાંકાનેરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર, વાંકાનેરની યાદીમાં જણાવ્યું છે.

- text