મોરબી : ટેલેન્ટ અને ફેશન શોમાં દિવ્યાંગ બાળકોની પ્રતિભા ઝળકી ઉઠી

- text


દિવ્યાંગ બાળકોએ કૃત્રિમ અંગોના સહારે આપેલા પરફોર્મન્સથી પ્રેષકો મંત્રમુગ્ધ

મોરબી : શારીરિક અને માનસિક રીતે વિકલાંગ હોય તેવા બાળકોના આત્મવિશ્વાસને જાગૃત કરી યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો તે પણ સામાન્ય વ્યક્તિની જેમ ઉમદા રીતે ટેલેન્ટ દર્શાવી શકે છે. ત્યારે વિકલાંગ બાળકોના ઉત્થાન માટે કામ કરતી ઉદયપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપવા માટે મોરબીમાં દિવ્યાંગ બાળકો માટે ટેલેન્ટ અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ કૃત્રિમ અંગોના સહારે સામાન્ય વ્યક્તિની જેમ ઉમદા રીતે પરફોર્મન્સ આપ્યું હતું.

ઉદયપુરની નારાયણ સેવા સસ્થાન દ્વારા દિવ્યાંગ બાળકો પણ પ્રતિભાના ક્ષેત્રેમાં સામન્ય વ્યક્તિની જેમ ઉમદા રીતે પરફોર્મન્સ આપી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા મોરબીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે દિવ્યાંગ બાળકો માટે ટેલેન્ટ અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાથ-પગ સહિતના શારીરિક અંગોની 30 ટકાથી માંડીને 80 ટકાની ખામીવાળા દિવ્યાંગ બાળકોએ કુત્રિમ અંગોના સહારે ટેલેન્ટ અને ફેશન શોમાં ઉત્સાહભેર ભાગ લઈને સામાન્ય વ્યક્તિ જેવી પ્રતિભા દર્શાવી હતી. આ દિવ્યગોમાં રહેલી આ ટેલેન્ટ જોઈને ઉપસ્થિત સહું મંત્રમુગ્ઘ થઈ ગયા હતા. દિવ્યાંગ બાળકોએ મોડેલો સાથે ઉમદા રીતે કેટવોક કર્યું હતું.

- text

આ બાળકોએ માત્ર દેશમાંજ નહિ વેદેશમાં પણ પોતાની પ્રતિભાના ઓજસ પાથર્યા છે અને વિદેશની ધરતી ઉપર પણ ફેશન શો કર્યો છે. નારાયણ સેવા સંસ્થાન દ્વારા વિકલાંગ બાળકોના ઓપરેશન કરાયા બાદ તેમને પોતાની પ્રતિભાની તાકાત દુનિયાને બતાવવા માટે આ સુંદર તક આપવામાં આવી હતી અને દિવ્યાંગ બાળકોએ પણ ઉમદા રીતે પરફોર્મન્સ આપીને પોતાની પાસેની ટેલેન્ટ સામાન્ય બાળકો જેવી હોવાનું પુરવાર કર્યું હતું. આ કાર્યક્રમમાં સીરામીક ક્ષેત્રેના અગ્રણી નિલેશભાઈ જેતપરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નારાયણ સેવા સંસ્થા અને મોરબીના ઘનશ્યામસિંહ ઝાલા સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text