મોરબી એ ડિવિઝન પોલીસનું ફૂટ પેટ્રોલીંગ : આડેધડ ખડકાયેલા વાહનો અને લારીઓને હટાવાઈ

- text


રોડ ઉપર વાહનોને અડચણરૂપ થતી 20થી વધુ લારીઓ હટાવવામાં આવી : નો પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે આજે શનાળા રોડ સુધી ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. જેમાં પોલીસની ટીમે આડેધડ ખડકાયેલા વાહનો અને નડતરરૂપ થતી લારીઓને હટાવીને વાહનો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી. આ વેળાએ પોલીસે એવું પણ જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યા નિવારવા સમયાંતરે આ પ્રકારે કાર્યવાહી ચાલુ જ રહેશે.

મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરી અને મહિલા પીએસઆઇ વી.કે. ગોંડલીયા દ્વારા આજે સાંજના સમયે પોલીસ સ્ટેશનથી શનાળા રોડ સુધી ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલીંગ દરમીયાન પોલીસે નો પાર્કિગમાં પાર્ક કરાયેલા તેમજ આડેધડ મુકાયેલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. સાથોસાથ રોડ ઉપર વાહનને અડચણરૂપ થતી 20 જેટલી લારીઓ પોલીસ દ્વારા હટાવવામાં આવી હતી. આ અંગે પીઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું કે એ ડિવિઝન પોલિસ દ્વારા ટ્રાફિક પ્રશ્ન નિવારવાના પ્રયાસ રૂપે આ પ્રકારે ફૂટ પેટ્રોલીંગ સમયાંતરે કરવામાં આવતું રહેશે.

- text

- text