હળવદના ચરાડવા ગામે નોસ્તો લેવા જવાનું કહીને યુવતી ગુમ

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતી યુવતી પોતાના ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને ગુમ થઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અરવિંદભાઇ કેશભાઇ સોલંકી રહે ગામ ચરાડવા નવા આંબેડકરનગર હળવદએ પોતાની પુત્રીની હળવદ પોલીસ મથકે ગુમસુદા નોંધાવી હતી કે,કિરણબેન અરવિંદભાઇ સોલંકી ઉ.વ ૧૯ રહે ગામ ચરાડવા નવા આંબેડકરનગર હળવદ વાળી તા.૧૪ના રોજ ચરાડવા ગામે પોતાના ઘરેથી નાસ્તો લેવા જવાનુ કહીને નીકળી ગઈ હતી.ત્યારબાદ તેણીનો પત્તો ન લાગતા તેના પિતાએ હળવદ પોલીસ મથકે ગુમસુદા નોંધાવી છે.જેના આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text