વાંકાનેરમાં સેવાસેતુનો કાર્યક્રમ અંતર્ગત 638 અરજીઓનો સ્થળ પર જ ઉકેલ

- text


વાંકાનેર : વાંકાનેરની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાજેતરમાં સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી એન.એફ.વસાવા, નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના અધિકારીઓએ હાજરી આપી લોકોના વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સેવા સેતુના કાર્યક્રમમાં હેલ્થ વેલનેશ સેન્ટર, આવકનો દાખલો, મોબાઇલ નંબર અને અંધારકાર્ડ સાથે બેંક એકાઉન્ટનું લિકઅપ, નવું બેંક એકાઉન્ટ ખોલવું, આધારકાર્ડ, માં અમૃતમકાર્ડ, જન્મ મરણના દાખલા, રેશનકાર્ડના નામ કમી કરવા અને સુધારો કરવા, વ્યવસાય વેરો, વરિષ્ઠ અને દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, કુંવરબાઈનું મામેરું સહાય યોજના સહિતની કુલ 638 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

- text