મોરબી : એક્ટિવાની ચોરી કરનાર CCTVમાં કેદ થયેલ શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી તાલુકામાં એક્ટિવાની ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો.મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ વાહન ચોરીના ભેદ ઉકેલકાની સૂચના આપતા એલસીબીની ટિમ મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ લાલપર ગામ નજીક પેટ્રોલીગ કરી રહી હતી.તે દરમિયાન હાજીભાઈ અકબરભાઈ મિયાણા રહે કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે મોરબી વાળો એક્ટિવા લઈને શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને અટકાવીને સઘન પૂછપરછ કરી હતી.આથી પોલીસની પૂછપરછમાં તેણે આ એક્ટિવા મોટર સાયકલની ભરતનગર સાદુંળકા ગામની ચોકડી પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આથી એલસીબી સ્ટાફે ચોરાઉ એક્ટિવા સાથે આ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ એક્ટિવા ચોરીની સમગ્ર ઘટના cctvમાં કેદ થઇ હતી.