મોરબી : ખનિજની રેડ કેમ કરાવી કહી યુવકને પિતા-પુત્રએ ધમકી આપી

- text


બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં મારે ત્યાં તે ખનિજની કેમ રેડ કરાવી તેમ કહી બે શખ્સોએ ચાની હોટલના ધારકને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. એ ડિવિઝન પોલીસે આ ફરિયાદના આધારે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલિસ સ્ટેશને પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધારાભાઇ આંબાભાઇ ટમારીયા જાતે રબારી ઉ.વ ૩૪ ધંધો ચાની હોટલ રહે મોરબી શક્ત શનાળા રાજપર રોડ ધર્મનગરવાળાએ રમેશભાઇ બધાભાઇ રબારી તથા કિશનભાઇ રમેશભાઇ રબારી રહે-બન્ને મોરબી સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૨ ના રોજ મોરબી ધર્મનગર સોસાયટી પાસે શનાળા ફરિયાદીના ઘર પાસે બનેલા આ બનાવમાં ફરીયાદી પોતાની ચાની હોટલ હાજર હોય ત્યારે એક આરોપીએ તેના ભાઇના મોબાઇલમા ફોન કરી ફરીયાદીને આપવાનુ કહી ફરીયાદીને ફોનમા કહ્યું હતું કે, મારે ત્યા ખનીજની રેઇડ થઇ છે તેમા તારો હાથ છે તેમ કહી ગાળો આપી અને ખનીજની રેઇડમા થયેલો નુકશાની નહી ભરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં ફરીયાદી ઘરે જતા રહ્યા હતા. ત્યારે બીજા આરોપીઓ ત્યા જઈને ફરીયાદીને કહ્યું કે, મારે ત્યા ખનીજની રેઇડ કેમ કરાવી? તેમ કહી ફરીયાદીને ગાળો આપી પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી એ ડિવિઝન પોલીસે તેમની ફરિયાદના આધારે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text