મોરબી : હરિદ્વાર કૃષ્ણયાન ગૌશાળા દ્વારા 23મીએ અસાધ્ય રોગોનો નિદાન કેમ્પ

- text


મોરબી : ઉત્તરાખંડની શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા આ ગૌશાળામાં માંદી લાચાર અંધ વૃદ્ધ સહિતની ગૌમાતાઓ તેમજ નંદી વગેરે અસહાયકોની સેવા કરવામાં આવે છે. ઉત્તરાખંડની એકમાત્ર ગૌરક્ષા શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ફ્રી અસાધ્ય રોગો નો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ અસાધ્ય રોગોમાં ચામડીના રોગો-સોર્યાસીશ-જૂનું ખરજવું-જૂનું દાદર-સાંધાના દુખાવા-ઢીચણનો દુખાવો,કમરનો દુખાવો ,હાથી પગા ,ગેગરિંગ,વેરિકોઝવેન(નસમા સુજન), નપુંસકતા,અસાધ્ય સ્ત્રી રોગ , વાળની સમસ્યાઓ, CP ચાઈલ્ડ(અવિકસિત બાળક), DMD માંસ પેસીઓનો રોગ, પાતળા પણું,મોટાપો,કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી,હૃદયની નશોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગો નો ઈલાજ કરવામાં આવશ.આ નિદાન કેમ્પ મોરબીના નરસંગ ટેકરી મંદિર,રવાપર રોડ ખાતે તા.23/11/2019ના રોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી યોજાશે.વધુ વિગત માટે કેશવજીભાઈ ઠોરિયાનો 9712399990 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text