મોરબી : કપાસનું બીજું વાવેતર પણ માવઠાથી નિષ્ફળ

- text


માવઠાથી કપાસના પાકમાં જીવાત પડી જતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ

મોરબી : મોરબી પંથકમાં આ વખતે દિવાળી પછી સતત કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. જેમાં મોરબીના નવા સાદુંળકા સહિતના તમામ ગામોમાં માવઠાથી ખેડૂતે બીજી વખત વાવેલો કપાસનો પાક પણ નાશ પામ્યો હતો. આ માવઠાથી અનેક ખેડતોના કપાસના પાકમાં જીવાત પડી જતા ખેડૂતો આર્થિક રીતે વધુ બેહાલ થયા છે.

- text

મોરબી જિલ્લો ચોમાસામાં અતિવૃષ્ટિથી પહેલેથી જ પ્રભાવિત રહ્યો છે.ચોમાસામાં બેથી ત્રણ વખત ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું હતું. જોકે અતિવૃષ્ટિથી ખેડૂતોનું એક વાવેતર નિષફળ ગયા બાદ બીજી વખત કરેલું વાવેતર પણ માવઠાથી નિષ્ફળ ગયું છે. દિવાળી પછી પણ વરસાદ અટકવાનું નામ લેતો ન હોય તેમ સતત કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ઉભા પાકમાં જીવાત પડી ગઈ છે. અઠવાડિયા પહેલા થયેલા માવઠાથી કપાસનો પાક નાશ પામ્યો છે. આ અંગે મોરબીના નવા સદુળકા ગામે રહેતા ખેડૂત અંબારામભાઈ રામજીભાઈ પંચોટીયાએ જણાવ્યું હતું કે પોતાના નવ વિધાના ખેતરમાં કપાસની વાવણી કરી હતી.જોકે ચોમાસામાં ભારે વરસાદથી અગાઉ કપાસનો પાક નિષ્ફળ જતા આ બીજી વખત કપાસની વાવણી કરી હતી.પણ માવઠું થવાથી કપાસના પાકમાં જીવાત પડી ગઈ છે. આથી બે વખત કપાસનો પાક બળી જતા ખેડૂતની.મહેનત પર પાણી ફરી વળ્યું છે.આ રીતે મોરબી પંથકના અનેક ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે.

- text