જાહેરમાં સીન સપાટા નાખતા બે શખ્સોને કાયદાનું ભાન કરાવતી હળવદ પોલીસ

- text


ઇન્ચાર્જ પી.આઇ ખાંભલા એ બન્ને શખ્સોને ઝડપી લઈ ગુનો નોંધવામાં આવ્યો

હળવદ: હળવદ શહેરમાં ગતરાત્રીના બે શખ્સો જાહેરમાં સીન સપાટા નાખતા હોવાની જાણ હળવદ પોલીસને થતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા જેમાંથી એક સક્સ પાસેથી છરી મળી આવી હતી જ્યારે એક પીધેલી હાલતમાં હોય જેથી બંને વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના હળવદ શહેરમાં રાજકોટનો કુખ્યાત સક્સ તેના મિત્ર સાથે જાહેરમાં સીન સપાટા નાખતો હોવાની જાણ હળવદ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ સંદિપ ખાંભલા ને થતા તેઓ દ્વારા બન્ને શખ્સોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું

- text

રાજકોટ ભગવતીપરામાં રહેતો એહમદભાઈ રફિકભાઈ મેમણ અને રાજકોટ જામનગર રોડ પર રહેતો સદ્દામ ભાઈ મુસ્તાકભાઈ શેખ બન્ને શખ્સો હળવદ શહેરમાં સીન સપાટા મારતા હોવાની જાણ પોલીસની થઈ હતી જેથી પોલીસે આ બન્ને શખ્સોને હળવદ પોલીસ મથકે લઇ આવી તપાસ કરાતા એહમદ મેમણ પાસેથી એક છરી મળી આવી હતી જ્યારે સદામ પીધેલી હાલતમાં હોય જેથી બંને વિરુદ્ધ અલગ-અલગ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એકાદ વર્ષ પહેલા હળવદની શાંતિમાં પલીતો ચંપાયો હતો જેમાં આરોપી સદામ પણ હોય ત્યારે ગત રાત્રીના શહેરમાં સદામ સીન સપાટા નાખતા પોલીસની હાથે ઝડપાઈ ગયો હતો જેથી હાલ શહેરીજનો પણ માંગ કરી રહ્યા છે કે આવા શખ્સો ને પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે

- text