સિંચાઈ માટે કેનાલ ચાલુ કરાતા મચ્છુ ડેમ-2નો એક દરવાજો 3 ઈંચ ખોલાયો

- text


ખેડૂતોની માંગ પ્રમાણે કેનાલમાં ઉપરથી પાણી છોડાયું હોવાનો બ્રાન્ચ કેનાલના અધિકારીએ નિર્દેશ આપ્યો

મોરબી : મોરબીમાં આજે મચ્છુ ડેમ-2 નો એક દરવાજો 3 ઈંચ ખોલવામાં આવ્યો છે.જોકે નર્મદા કેનાલ ખેડૂતોની માંગ પ્રમાણે ચાલુ કરીને ઉપરથી પાણી છોડાતા અગાઉથી છલોછલ રહેલા મચ્છુ ડેમ -2 માં પાણી આવતા આ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવાની ફરજ પડી હોવાનો બ્રાન્ચ કેનાલના અધિકારીએ નિર્દેશ આપ્યો છે.

- text

મોરબી પંથકની જીવાદોરી ગણાતા મચ્છુ ડેમ-2ના એક દરવાજા 3 ઈંચ ખોલવામાં આવ્યા છે.જોકે ખેડૂતોની માંગ પ્રમાણે નર્મદા કેનાલમાં ઉપરથી પાણી છોડતા અગાઉથી છલોછલ રહેલા મચ્છુ ડેમ-2 માં પાણી અવ આવવાથી આ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવાની ફરજ પડી હતી.આ અંગે મોરબી નમર્દા બ્રાન્ચ કેનાલના અધિકારી રાઠવાએ જણાવ્યું હતજ કે,ખેડૂતોની માંગણી મુજબ નર્મદા કેનાલ ચાલુ કરીને ઉપરથી પાણી છોડવામાં આવ્યું છે.બે દિવસથી કેનાલમાં આ પાણી છોડવામાં આવ્યું છે.આથી આ કેનલનું પાણી મચ્છુ ડેમ-2માં આવતા અગાઉથી છલોછલ હોવાના કારણે ઓવરફ્લો થયો હતો અને મચ્છુ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવાની ફરજ પડી હતી.જોકે હવે પછી ખેડૂતો સિંચાઈ માટે પાણી ઉપાડવાનું શરૂ કરશે એથી આ પરિસ્થિતિ હવે થશે નહીં.

- text