રાહુલ ગાંધીના આક્ષેપોનો મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિરોધ

રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશની જનતાની માફી માંગે તેવી માંગ સાથે ધરણા પ્રદર્શન કરાયું

મોરબી : રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે કરેલા આક્ષેપોને સર્વોચ્ચ અદાલતે જુઠા અને મનધડત હોવાનું જાહેર કરતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે નવા બસસ્ટેન્ડ પાસે સાંસદ મોહનભાઇ કુંડારિયાના કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.જેમાં મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ રાહુલ ગાંધીના રાફેલ મુદ્દેની બેબુનિયાદ આક્ષેપબાજીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા આજે તા.૧૬ નવેમ્બરના રોજ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સાંસદ મોહનભાઇ કુંડારિયાના કાર્યલય ખાતે ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.જે અંગે મોરબી જિલ્લા ભાજપે જણાવ્યું હતું કે,રાફેલ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ આક્ષેપો જુઠા અને મનઘડત છે તેવું સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી સાબિત થાય છે. જેથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશની જનતાની માફી માંગે તેવી માંગ સાથે મોરબી જીલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવી સાથે મળીને ધરણા પ્રદર્શન કર્યું હતું.જેમાંસાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઇ કંજારીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જીલ્લા મહામંત્રીઓ જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઇ પારેખ, ઘનશ્યામભાઈ ગોહિલ સહિત અન્ય આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628