મોરબી : ગિરિ બાપુની કથા માટે સીટી બસ ચલાવવા માંગ

મોરબી : મોરબીમાં તા. 16થી 25 નવેમ્બર દરમિયાન રવાપર રોડ પર એવન્યુ પાર્કની બાજુમાં ડાભી પરિવાર દ્વારા શિવ કથાકાર ગિરિ બાપુના વ્યાસપીઠસ્થાને શિવકથા આયોજિત કરવામાં આવી છે.

આ કથામાં નાગરિકોને આવવા-જવા માટે સુવિધા મળી રહે તે માટે સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલ દ્વારા ચીફ ઓફિસરને સીટી બસ ચલાવવા માંગ કરવામાં આવી છે. શહેરના સામાકાંઠા વિસ્તાર જેવા કે મહેન્દ્રનગર, ત્રાજપર, હાઉસિંગ બોર્ડથી કથા સ્થળે આવવા-જવા માટે સીટી બસ ચલાવવામાં આવે તો બહોળા પ્રમાણમાં નાગરિકોને કથાનો લાભ મળે. તેમજ નગરપાલિકાને તેના દ્વારા આવક થાય અને નગરજનોની સેવાનો લાભ મળે. તે હેતુથી ચીફ ઓફિસરને અરજી કરવામાં આવી છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628