રાજકોટ-મોરબી હાઇવે પર અકસ્માતો નિવારવા તંત્રને તાકીદ કરતા ધારાસભ્ય મેરેજા

- text


મોરબી : રાજકોટ-મોરબી ધોરી માર્ગને ફોરલેન કરવાની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં શહેરના ભક્તિનગર સર્કલ, કંડલા બાયપાસ અને શનાળા પાસે આ રોડની બાજુમાં પાણીના નિકાલ માટે ખોદાયેલ ડ્રેનેજ ઘણા લાંબા સમયથી ખુલ્લી હોય ત્યાં વારંવાર અકસ્માતે વાહનો આ ખુલ્લા ખોદકામમાં ફસાઈ જતા હોય છે. આવી આકસ્મિક ઘટનાઓ નિવારવા ખોડેલ ડ્રેનેજનું પૂરાણ તાત્કાલિક કરવામાં આવે. એટલું જ નહિ આ ખુલ્લા ખોદકામ પાસે રોડ તરફ સાવધાનીના ભાગરૂપે સાઈન બોર્ડ તેમજ રોડની સાઈડમાં જરૂરી આડશ ઉભી કરવાથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય તેમ છે.

- text

આ કામગીરીમાં સેવાતી દુર્લક્ષતાઓના કારણે તાજેતરમાં શનાળા પાસે આ ખુલ્લા ખોદકામમાં મોટરકાર પડી ગઈ હતી. આવી દુર્ઘટના ફરી ના ઘટે તે માટે મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરેજા દ્વારા માર્ગ-મકાન વિભાગ, રાજકોટને તકેદારીના સઘન પગલાં લેવા પત્ર લખી ખાસ તાકીદ કરી છે. જેથી, સંભવિત જોખમને ટાળી શકાય અને માનવ જિંદગીને હોમાતી અટકાવી શકાય.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text