માળીયા : મચ્છુ નદીના પટ્ટમાંથી લાશ મળ્યાના બનાવમાં મૃતકની ઓળખ મળી

- text


પીએમમાં મોતનું ચોક્કસ કારણ જાણવા ન મળતા પોલીસે હાલ એડીની નોંધ કરી તપાસ હાથ ધરી

માળીયા : માળીયા નજીક મચ્છુ નદીના પટ્ટમાંથી થોડા દિવસો પહેલા એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.આ બનસવમાં પોલીસની તપાસમાં મૃતકની ઓળખ મળી છે.જોકે પીએમ રિપોર્ટમાં મોતનું ચોક્કસ કારણ જાણવા ન મળતા માળીયા પોલીસે હાલ એડી તરીકે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર થોડા દિવસો પહેલા માળીયા નજીક મચ્છુ નદીના પટ્ટમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.જોકે મૃતકના પેટના ભાગે ગંભીર હાલત હોવાથી તેની હત્યા થઈ હોવાની પોલીસને શંકા ઉદભવી હતી.આથી પોલીસે આ બનાવનું સાચું કારણ જાણવા મૃતકની ડેડબોડીને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડીને તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં મૃતક દેવીન્દ્રરસિંગ અવતારસિંગ શીખ ઉવ. આશરે ૩૧ વર્ષ રહે. કૂતુરસાહેબ, તરનતારન પંજાબ ટ્રેઇલર નંબર NL -02- Q- 5778 વાળીના ડ્રાઇવર હોવાની ઓળખ મળી હતી.આ બનાવ અંગે પો.સબ.ઈન્સ. બી.વી.ઝાલાએ જણાવ્યું હતું કે, મરણજનાર દેવીન્દ્રરસિંગ અવતારસિંગ શીખ ગઇ તા. ૧૨ના બપોરના આશરે બે એક વાગ્યાના અરશામાં સૂરજબારી ટોલટેક્ષ પાસે પોતાનુ ટ્રેઇલર ઉભુ રાખી ચા-પાણી પીવા ઉતર્યા હતા અને ત્યાંથી કયાંક જતો રહ્યા હોય તેની લાશ તા.૧૪ના રોજ મચ્છુ નદીના પટમાં પાણી માંથી મળી આવી હતી.જે લાશના પી.એમ દરમ્યાન હાલ મોતનુ કોઇ ચોકકસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ લાશ ઉપર કોઇ ઘા કે ઇજાના ચિન્હો નિશાનો કે ગળા ટુંપો કે ફાસો અંગે કોઇ વિગત પી.એમ. દરમ્યાન જણાઇ આવી નથી.તેમજ મરણ જનારની સાથેના કલીનર તથા કંપનીના માણસોને મરણ જનારના મોત અંગે હાલે કોઇ શંકા ન હોય જેથી તેનું કોઇ અગમ્ય કારણસર મોત થયાના બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text