મોરબીમાં નારાયણ સેવા સંસ્થાન દ્વારા કાલે દિવ્યાંગ ટેલેન્ટ અને ફેશન શો

- text


જરૂરીયાતમંદોને કૃત્રિમ અંગનું પણ વિતરણ કરાશે

મોરબી : નારાયણ સેવા સંસ્થાન ગરીબ, અસહાય, અપંગો માટે નારાયણ સેવા સંસ્થાન સેવાની ભાવના સાથે ૩૪ વર્ષોથી જન્મજાત વિકલાંગોના ઓપરેશન કરીને સંસ્થાએ લગભગ 3,70,000 જેટલા વિકલાંગોના સફળ ઓપરેશન કરીને તેમના જીવનમાં સુખના પ્રાણ પૂર્યા છે

મોરબીમાં નારાયણ સેવા સંસ્થાન દ્વારા આવતીકાલે તા ૧૭/૧૧/૧૯ના રોજ સાંજે ૫ – ૦૦ કલાકે રવાપર રોડ ઉપર આવેલ ઓમ પાર્ટી પ્લોટ ખાતે દિવ્યાંગ ટેલેન્ટ અને ફેશન શોનું આયોજન કરવામાં આવેલ છે. દિવ્યાંગોની આ અદ્દભૂત પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે નારાયણ સેવા સંસ્થાન (એન.એસ.એસ.)ની એક ટીમ આ ઈવેન્ટને સફળ બનાવવા માટે હાજર રહેશે.

આ કાર્યક્રમ અંગે મોરબી જિલ્લાના ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમનો હેતુ દિવ્યાંગો ભવિષ્યમાં આગળ વધે અને તેમનામાં જુસ્સો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા ૪ દિવ્યાંગો દ્વારા પોતાના વ્હીલચેર, ઘોડીઓ તેમજ કૃત્રિમ અંગો દ્વારા પોતાના શરીરનું સમતુલન જાળવીને આશ્ચર્યજનક સ્ટંટ અને નૃત્ય કરવામાં આવશે. તેમજ રેમ્પ વોક પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ જરૂરીયાતમંદોને કૃત્રિમ અંગનું પણ વિતરણ કરવામાં આવશે.

- text

આ આયોજનને સફળ બનાવવા માટે મોરબીના સમાજસેવકો તેમજ મહાનુભાવો તેમજ અતિથિઓનું પણ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ મોરબી અગાઉ ન્યુ દિલ્હી, ઉદયપુર, સુરત, જયપુર, મુંબઈ ખાતે પરફોર્મ્સ આપવામાં આવેલ હતું . આ દિવ્યાંગોની આ સફર માનીએ તેટલી સરળ નથી. આ માટે એન.એસ.એસ.ના પ્રમુખ પ્રશાંત અગ્રવાલની દેખરેખ હેઠળ ટેલેન્ટ શો તેમજ ફેશન શોને સફળ બનાવવા માટે રાતદિવસ મહેનત કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ઘનશ્યામસિંહ એસ . ઝાલા, નારાયણ સેવા સંસ્થાન, મોરબી જિલ્લા પ્રમુખનો અનહદ સાથ સહકાર મળેલ છે . વધુ વિગત માટે તરૂણભાઈ નાગદા (૯૯૭૪૪૧૫૧૯૦)નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વધુમાં વધુ લોકો આ ટેલેન્ટ અને ફેશન શો જોવા માટે આવે તેવુ નિમંત્રણ આયોજકો દ્વારા આપવામાં આવેલ છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text