ભાજપ દ્વારા વાંકાનેર શહેર અને તાલુકામાં પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક

- text


વાંકાનેર : મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા મંડલ તથા વાંકાનેર શહેર મંડલના પ્રમુખ તથા મહામંત્રીની વરણી મોરબી જીલ્લા પ્રભારી મેઘજીભાઈ કંઝારીયા તેમજ જીલ્લાના સંહરચના અધીકારી પ્રશાંતભાઈ વાળા તેમજ મોરબી જીલ્લા અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ સાથે મળીને પરામર્ષ કરીને વરણીની જાહેરાત કરેલ.

જેમાં વાંકાનેર શહેર પ્રમુખ તરીકે વ્યાસ દિનેશભાઇ લાભશંકરભાઈ, મહામંત્રી તરીકે સરસિયા મેરુભાઈ કુંભાભાઈ, રાઠોડ ગજેન્દ્રસિંહ દાજીભાઈ તેમજ વાંકાનેર તાલુકામાં પ્રમુખ તરીકે ડાંગરોચા વાઘજીભાઈ કુકાભાઈ, મહામંત્રી તરીકે ઝાલા ધર્મેન્દ્રસિંહ બલવંતસિંહ તથા બાંભવા હીરાભાઈ નોંધાભાઈની નિમણૂક કરવામાં આવી છે.

- text

- text