પીપળીયા ગામે આધેડની 28મીએ જીવતા સમાધિ લેવાની જાહેરાત

- text


નવઘણ દાદાએ સ્વપ્નમાં આવીને ભક્તિના માર્ગે ચાલી મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપ્યાનું જણાવીને આધેડે જીવતા સમાધિ લેવાનો નિર્ણય જાહેર કરતા તંત્ર હરકતમાં આવ્યું

મોરબી : પ્રવર્તમાન આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ છાનેખૂણે અમુક લોકો અંધશ્રદ્ધાના ઘેરા અંધકારમાં ઘેરાયેલા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં મોરબીના પીપળીયા ગામના આધેડે આગામી તા.28 નવેમ્બરે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી છે.દુધઈ ખાતે 450 વર્ષથી બિરાજમાન નવઘણ દાદાએ તેમના સ્વપ્નમાં આવીને ભક્તિના માર્ગે ચાલી મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી હોવાનું જણાવીને સમાધિ લેવોનો આધેડે નિર્ણય જાહેર કર્યો છે.નરી અંધશ્રદ્ધા લાગતી આ ગંભીર બાબતને લઈને તંત્ર હરકતમાં આવ્યુ છે.મોરબીના પીપળીયા ગામે રહેતા મૂછડિયા કાંતિલાલ અરજણભાઈ નામના આધેડે આગામી તા.28મી નવેમ્બરે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે,કોઈના દબાણ હેઠળ કે, આર્થીક સહિતના કારણોસર આ સમાધિ લેવાનું જાહેર કર્યું નથી.પણ આમરણ જામદૂધઈ ખાતે આશરે 450 વર્ષથી બિરાજમાન નવઘણ દાદા તેમને સ્વપ્નમાં આવીને બધા દુઃખ દર્દ મટાડવા ભક્તિના માર્ગે ચાલીને મોક્ષ પ્રાપ્ત કરવા કહ્યું હતું.આથી તેમની આજ્ઞાથી પોતે જીવતા સમાધિ લેવા તૈયાર થયા હોવાનું આ આધેડે જણાવ્યુ હતુ.જોકે ગામના સરપંચ અલ્પેશ કોઠીયાએ આધેડની સમજવાનો પ્રયત્ન કર્યો હતો.પણ આધેડે અડગ નિર્ણય રાખતા અંતે સરપંચે જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાંને જાણ કરી હતી.આથી તેમણે તુરત જ તાલુકા પોલીસને સતર્ક કરી દીધી છે.આ સાથે પોલીસને કાંતિલાલ અને તેમના પરિવારજનો પર નજર રાખવા અને કઈ અજુગતું ન બને તે માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. હાલ આ બાબત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text