લાલપર ગામે ડેન્ગ્યુ અંગે જાગૃતિ માટે રાત્રી સભાનું આયોજન થયું

- text


મોરબી : મોરબી જિલ્લામાં હાલ ડેન્ગ્યુના તાવનો ઉપદ્રવ ખુબ જ વધી ગયો છે, તે બાબત ધ્યાને લેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી લાલપર ખાતે ડેન્ગ્યુ તાવ વિશે લોકોમાં જાગૃકતા આવે તે માટે ખાસ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ રાત્રી સભામાં પ્રોજેક્ટર દ્વારા ડેન્ગ્યુના મચ્છરોનું જીવન ચક્ર બતાવવામાં આવ્યુ હતું. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયા, એમ.પી.એસ. જગદીશભાઈ કૈલા, દિલીપભાઈ દલસાનિયા, પ્રકાશભાઈ મકવાણા, હાર્દિકભાઈ સોરીયા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વધુમાં વધુ લોકો ડેન્ગ્યુ અંગે જાગૃત થાય અને ડેન્ગ્યુ ન ફેલાય એ માટે લેવી પડતી તકેદારીની સમજ આપી તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text