માયાપુર ગામે નર્મદા કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ભરાયું

- text


અવારનવાર નર્મદા કેનાલનું પાણી ખેતરમાં ભરાઇ જતા પાક સુકાઈ રહ્યો છે : ખેડૂતો

હળવદ: હળવદમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. તેવામા માયાપુર ગામે જે ખેડૂતોને થોડો ઘણો કપાસ બચ્યો હતો, તેમાં નર્મદા પેટા કેનાલનું પાણી ઘુસી જતા પાક સૂકાતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

હાલ ખેડૂતો કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની વેઠી રહ્યા છે ત્યારે મયાપુર ગામે ગામ પાસેથી પસાર થતી છ નંબરની નર્મદા પેટા કેનાલ મીયાણી સુધી જ બની છે. જેથી, તેમાં પાણી છોડવામાં આવે છે અને મિયાણી ગામની સીમમાંથી મયાપુરની સીમમાં પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ જાય છે. આ અંગે હળવદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા નર્મદા કેનાલના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

- text

હાલ માવઠાને કારણે માયાપુર ગામના ખેડૂતોને જે થોડો ઘણો કપાસ બચ્યો છે કે કપાસના ખેતરમાં નર્મદા કેનાલનું પાણી ભરાઇ જતાં કપાસ સુકાતો જાય છે. તેમજ ખેડૂતોએ નર્મદા કેનાલના અધિકારી દ્વારા વહેલી તકે મીયાણી ગામથી જે કેનાલનું કામ બાકી છે, તે પૂરું ન થાય ત્યાં સુધી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરે અને તાત્કાલિક બાકી રહેલ કેનાલનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ કરી છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text