મોરબી : ટ્રાફિકનાં નવા દંડથી 12 જ દિવસમાં લોકોના ખિસ્સામાંથી રૂ. 6.80 લાખ હળવા થયા

- text


સમગ્ર જિલ્લામાં પોલીસે 1008 લોકો પાસેથી નવા નિયમ મુજબ દંડ વસુલ્યો

મોરબી : રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી કરવા માટે મુદતમા બે વખત વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અંતે તેની ચુસ્તપણે અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ટ્રાફિકના નવા નિયમો શરૂ થયાને 12 જ દિવસમાં લોકોના ખિસ્સામાંથી રૂ. 6.80 લાખ હળવા થઈ ગયા છે. નવા નિયમો મુજબ જિલ્લાભરમા કુલ 1008 વાહનચાલકો દંડાયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

ટ્રાફિકના નવા ટ્રાફિક નિયમોની અમલવારી ગત તા. 1 નવેમ્બરથી શરુ થઇ ગઈ છે. કડક બનાવાયેલા ટ્રાફિકના કાયદાઓનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તે હેતુથી નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. મોરબી જિલ્લામાં નવા ટ્રાફિક નિયમોનો અમલ શરુ થતા 12 દિવસમાં સીટ બેલ્ટ ના બાંધવાના કાયદાના ભંગ બદલ 308 કેસમાં રૂ. 1,54,000નો દંડ, હેલ્મેટ ના પહેરવાના 102 કેસમાં રૂ. 51,000નો દંડ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના 62 કેસમાં રૂ. 31,000નો દંડ, પાર્કિંગ માટેના કે અન્ય 448 કેસમાં રૂ. 1,53,000નો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ વાહન ડિટેઇન કરવાના 88 જેટલામાં કેસમાં રૂ. 2,91,600ના દંડ સહીત કુલ 1008 કેસમાં પોલીસ દ્વારા રૂ. 6,80,600નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text