અનુસુચિત જાતિના ૧૪થી ૩૫ વર્ષનાં યુવાનો માટે લોકનૃત્ય તાલીમ શિબિરનું આયોજન

- text


મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત પ્રદેશ કક્ષાની અનુસુચિત જાતિના કલાકારોની લોકનૃત્ય તાલીમ શિબિરનું આયોજન આગામી માસમાં જામનગર ખાતે થવાનું છે. શિબિરમાં ૧૪થી ૩૫ વર્ષનાં યુવા કલાકારો ભાગ લઇ શકશે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા કલાકારોએ કચેરી ખાતે સાદા કાગળમાં પાસપોર્ટ સાઈઝ ફોટો, નામ, સરનામું, સંપર્ક નંબર, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્તમાં માહિતી આપી અરજીમાં સંપૂર્ણ વિગત સાથે તા. ૧૫/૧૨/૨૦૧૯ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે પહોંચતી કરવાની રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text