મોરબીમાં CCIની આકરી શરતોના કારણે ટેકાના ભાવે કપાસની ખરીદી જ ન થઈ!

- text


કપાસમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ ન હોવુ જોઈએ તે શરતમાં ફેરફાર કરવા માર્કેટીંગ યાર્ડના ચેરમેનની રજુઆત

મોરબી : મોરબીમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. પણ સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીમા આકરી શરત હોવાના કારણે હજુ સુધી કપાસની ખરીદી જ થઈ શકી નથી. કપાસમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ હોવું જોઈએ નહીં તે શરતના કારણે આજ દિન સુધીમાં એકપણ ખેડૂતના કપાસની ખરીદી થઈ નથી. તેથી, મોરબીના માર્કેટીંગ યાર્ડના ચેરમેને આ શરતમાં ફેરફાર કરવાની કૃષિમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ કૃષિમંત્રીને રજુઆત કરી હતી કે મોરબી ખાતે હાલ સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં સીસીઆઈની શરતો મુજબ કપાસના 20 કિલોના રૂ.1100 છે અને કપાસમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ હોવું જોઈએ નહીં તેવી આકારી શરતો રાખી હોવાના કારણે હજુ સુધી મોરબીમાં એકપણ ખેડૂતના કપાસની ટેકાના ભાવે ખરીદી થઈ જ નથી. હાલમાં માવઠા પડી રહ્યા છે અને કમોસમી વરસાદને કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. પણ સીસીઆઈએ આકરી શરત રાખી હોવાના કારણે ખેડૂતો ટેકાના ભાવે કપાસની ખરીદીથી વંચિત રહી ગયા છે. સીસીઆઈ દ્વારા કપાસમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ હોય તેવા કપાસની ખરીદીનો આગ્રહ રાખતા સામે વરસાદી વાતાવરણથી કપાસ ભેજવાળો વધુ હોય અને રીજેક્ટ થતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. જો 8 ટકાને બદલે 15 ટકા સુધીના ભેજવાળા કપાસની ખરીદી થાય તો અતિવૃષ્ટિ અને માવઠાગ્રસ્ત ખેડૂતોને ટેકાના ભાવે કપાસની ખરીદીનો યોગ્ય લાભ મળી શકે અને ખેડૂતોને બજારમાં નીચા ભાવે કપાસ વેચીને ખોટ સહન નહિ કરવી પડે તેમજ સરકારનો ખેડૂતોને મદદરૂપ થવાનો હેતુ પણ જળવાઈ રહે તેમ છે. આથી, આ દિશામાં તેમણે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text