મોરબીમાં 12મો સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ નિઃશુલ્ક યોજાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 18નવેમ્બરને સોમવારે પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા 12મો સુવર્ણપ્રાશ ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજાશે. જેમાં જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને તથા સગર્ભાઓને આયુર્વેદિક સુવર્ણપ્રાશનના ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.

સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી,
લાતી પ્લોટ, શનાળા રોડ, મોરબી ખાતે 18 નવેમ્બરને સોમવારે
સવારે 10થી 1 અને બપોરે 4થી 6 આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા પિવડાવવાથી બાળકોની
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, પાચનતંત્રમા સુધારો થાય છે, યાદશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત બાળકોનો ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે. બદલાતા વાતાવરણમાં તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી આ ટીપાં બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થતું હોવાથી મોરબીના વધુને વધુ બાળકો આ કેમ્પનો લાભ લ્યે તેવી અપીલ રાજ પરમાર દ્વારા કરવામાં આવી છે. સુવર્ણપ્રાશનના ટીપા સગર્ભાઓને પીવાથી માતા અને આવનાર બાળક બન્નેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બન્નેનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. આ કેમ્પ અંગે વધું વિગત માટે રાજ પરમાર મો.
9722666442 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text