મોરબીમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ શરૂ

- text


મોરબી : મોરબીમાં ગઇકાલની જેમ જ આજે પણ સાંજના અરસામાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ શરૂ થયો છે. બીજી બાજુ આ કમોસમી ઝાપટાથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ અતિવૃષ્ટિએ ખેડૂતોને ભરપૂર નુકશાન કર્યું છે. તેવામાં હવે માવઠા પણ વધુ નુકશાન પહોંચાડી રહ્યા હોવાથી ખેડૂતોની હાલત ખરાબ થઈ છે.હાલ શિયાળાની સિઝન દરમિયાન એક તરફ ઠંડી શરૂ થઈ રહી છે. તો સાથોસાથ માવઠા પણ વર્ષી રહ્યા છે. જેના કારણે વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ આ માવઠાના કારણે પાણીનો ભરાવો થતો હોવાથી રોગચાળો ફેલાઈ તેવી પણ શકયતા જોવા મળી રહી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text