મોરબીના પ્રવાસ શોખીનો થઈ જાવ સાબદા : હવે દિવથી મુંબઈ ક્રુઝ સેવા શરૂ થઈ

- text


મોરબી : મોરબીવાસીઓ પ્રવાસના શોખીન છે. ભારતના જોવાલાયક રમ્ણય સ્થળો ઉપરાંત વિદેશોમાં પણ ફરવા જનારો વર્ગ મોરબીમાં બહોળા પ્રમાણમાં છે. ખાસ કરીને દિવ અને મુંબઈ જેવા સ્થળોએ બે-ચાર દિવસની રજાઓ માણવા માટે મોરબીના પ્રવાસ શોખીનો લાબું વિચારતા નથી. હવાઈ યાત્રા ઉપરાંત દરિયાઈ મુસાફરી માટે પ્રવાસ શોખીનોને બીજા રાજ્યોમાં જવું પડતું હતું. પણ હવે દિવથી મુંબઈ વચ્ચે લક્ઝ્યુરિયસ ક્રુઝ સેવા શરૂ થતાં દિવ-મુંબઈની આરામદાયક દરિયાઈ મુસાફરી સેવા ઉપલબદ્ધ બની છે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના પ્રસ્તાવથી “જલેસ ક્રુઝ” ઓપરેટર દ્વારા સંચાલિત ક્રુઝ સેવા મુંબઈ પોર્ટથી દીવ સુધી શરૂ થઈ ચૂકી છે. 400 પેસેન્જરની ક્ષમતા ધરાવતી ‘કર્ણિકા’ નામની ક્રુઝ શિપ ગત રાત્રે 08:30 કલાકે મુંબઇ બંદરથી રવાના થઈ હતી. મનસુખ માંડવીયા, માનનીય શિપિંગ રાજ્ય પ્રધાને (સ્વતંત્ર
ચાર્જ), આ પ્રસંગે જણાવ્યું હતું કે તેઓ આ સર્વિસ શરૂ થવાથી
અત્યંત ખુશ છે અને ક્રુઝ સર્વિસ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે
ક્રુઝ સર્વિસનો મહત્તમ લોકો લાભ લ્યે કે જેથી કરીને રોજગારીની વિપુલ તકો ઉપલબદ્ધ બનશે. આ સર્વિસથી સ્થાનિક અને પ્રાદેશિક અર્થતંત્રનો વ્યાપક વિકાસ થશે. આ તકે માંડવીયાએ
‘કર્ણિકા’ના સંચાલકોનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમના પ્રસ્તાવથી ક્રુઝ સંચાલકોએ આ સર્વિસ શરૂ કરી છે. તેઓને ગુજરાતથી મુંબઈ જતા પ્રવાસીઓનો ખાસ સહકાર મળી રહેશે. ક્રુઝનો પ્રારંભ કરાવવાના કાર્યક્રમમાં આયોજિત ધ્વજવંદન પ્રસંગે સંજય ભાટિયા, આઇ.એ.એસ., અધ્યક્ષ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે યુનિયન દ્વારા અપાયેલા લક્ષ્યો મુજબ નવા બંદરો અને અન્ય પર્યટન સ્થળો ક્રમશઃ આ સર્વિસમાં ઉમેરવામાં આવશે. શિપિંગ રાજ્ય પ્રધાન મુંબઈથી રવાના થયેલ ક્રુઝનું સ્વાગત કરવા દીવ ખાતે ઉપસ્થિત રહેશે.

- text

ઉલ્લેખનીય છે કે ‘કર્ણિકા’ એ પ્રીમિયમ લક્ઝરી ક્રુઝ શિપ છે, જેમાં એક્સક્લૂઝિવ ઇન્ટિરિયર ડેકોરેશન અને ખાસ ભારતીય ભોજન પીરસતું રેસ્ટોરન્ટ છે. માત્ર ભારતીય મુસાફરોની બહોળી સંખ્યા સહિત બુદ્ધિજીવીઓ અને વિદેશી પ્રવાસીઓને પણ આ ક્રુઝ આકર્ષિત કરશે. આમ હવે મોરબીના પ્રવાસ શોખીનોએ ક્રુઝની મજા માણવા દિવ સુધીની આશરે 300 કિલોમીટરની સડક મુસાફરી કર્યા બાદ તેઓ ક્રુઝ દ્વારા મુંબઈ જઈ શકશે. આ સિઝન દરમ્યાન કુલ 17 ટ્રીપ મુંબઈ-દિવ વચ્ચે થશે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text