મોરબી : સિંચાઈ ખાતા દ્વારા હકુની પાજના રીપેરીંગ અર્થે સર્વે શરુ

- text


મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની રજૂઆત ફળી

મોરબી : મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ છ મહિના પહેલા હકુની પાજ રિપેર કરી ઊંચી બનાવવાની સરકારમાં રજૂઆત કરેલ હતી. તેની સફળતાને અનુસંધાને ગઈકાલે તા. 13 નવેમ્બરના રોજ સિંચાઈ ખાતા તરફથી સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે.

મોરબી શાક માર્કેટ રોડ પર આગળ મોરબી સ્ટેટની બનાવેલ હકુની પાજ પૂરને કારણે બે-ત્રણ જગ્યાએ તૂટી ગયેલ હતી. જેના કારણે પાણી વહી જવાના લીધે નદી ખાલી થઇ જતી હતી. હવે ભવિષ્યમાં જયારે નગરપાલિકા મચ્છુ નદી પર રિવર ફ્રન્ટ બનાવશે ત્યારે પાડા પુલ સુધી પાણી ભરેલું રહેશે. તે પાજ રીપેર કરીને આઠ-દસ ફૂટ ઊંચી થશે તો સામા કાંઠેથી પગપાળા અને મોટર સાઇકલ દ્વારા વિસીપરા સુધી માણસો આવન-જાવન કરી શકશે.

- text

છ મહિના પહેલા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. તેના અનુસંધાને ગઈકાલે તા. 13 નવેમ્બરના રોજ સિંચાઈ ખાતાના અધિકારીઓ દ્વારા હકુની પાજના સર્વેનું કામ શરુ થયેલ છે. આ પાજ બનતા મોરબી, ધરમપુર, ટીમ્બડી રહીશો માટે મોરબી જવાનો રસ્તો ટૂંકો પડશે. તેનું પાણી નદીમાં રહેશે અને ડંકીના સ્તર ઊંચા આવશે. આમ, મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની રજૂઆત ફેલાતા લોકોમાં રિવર ફ્રન્ટ બનવાની આશા બંધાઈ રહી છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text