માળીયાના હરિપર ગામે ગતરાત્રે ભારે પવન ફૂંકાતા મકાનના છાપરા ઉડ્યા

- text


માળીયા : મોરબી જિલ્લામાં ગતરાત્રે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની સાથે માવઠું થયું હતું.જાણવા મળતી વિગતો મુજબ માળીયાના હરિપર ગામે ગતરાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો.ભારે પવન ફૂંકાતા ગામના વૃક્ષોનો ડાળીઓ તૂટી પડી હતી અને ગામના કેટલાક મકાનોના છાપરા ઉડ્યા હતા.મકાનોના છાપરા ઉડતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.જોકે હરિપર ગામમાં ભારે પવનથી વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાથી કે છાપરા ઉડવાની ઘટનાથી કોઈ જાનહાની ન થયાના અહેવાલો મળ્યા છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text