ચાર દિવસમાં નુકસાનીનો સરવે કરો નહીંતર રસ્તા પર ઊતરીશું : ખેડૂતો

- text


સાપકડા ગામના ખેડૂતોએ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામના ખેડૂતોએ આ ઝાડ મામલતદાર કચેરી ખાતે ધસી આવી પાક નુકસાનીનો યોગ્ય સર્વે કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચીમકી પણ ઉચ્ચારી છે કે ચાર દિવસમાં યોગ્ય સર્વે કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન શરૂ કરાશે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું મહામૂલો પાક બળીને ખાખ થઇ ગયો છે ત્યારે ખેડૂતો પાક વિમો મળી રહે તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તે માટે માંગ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે હળવદ તાલુકાના સાપકડા ગામે પાક વીમાની નુકશાની અંગેનો સર્વે કરવા ટીમ આવી હતી પરંતુ આ સર્વે ખેડૂતોને મંજુર ન હોય જેથી યોગ્ય સર્વે કરવાની માંગ સાથે સર્વે કરવા આવેલી ટીમને ગ્રામ પંચાયત કચેરી ખાતે જ રોકી રાખી સર્વે કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.

- text

જેથી, આજે સાપકડા ગામના ખેડૂતો દ્વારા હળવદ મામલતદાર કચેરી ખાતે ધસી આવી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. જેથી, સો ટકા નુકસાનીનો સરવે કરી યોગ્ય વળતર આપવામાં આવે અને જો સર્વે કરવુ હોય તો ખેડૂતોને થયેલ ઉત્પાદનનું સર્વે કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. તો સાથે ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો દિવસ 4 માં યોગ્ય સર્વે કરવામાં નહીં આવે નાછૂટકે ખેડૂતો દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન તરફ મળશે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text